દશાવતાર - પ્રકરણ 50

(70)
  • 3k
  • 1
  • 1.5k

          એ ઈમારતની છત વિશાળ હતી. શૂન્યોના ખેતરના લગભગ ત્રણ ગણા કદની એ છત કાટમાળ અને તૂટેલા પથ્થરોથી ઢંકાયેલી હતી. દુરોજયે છતને દસ ભાગમાં વહેંચી દીધી. એમણે દરેક વિભાગ પર એક પછી એક કામ કરવાનું નક્કી કર્યું જેથી કોંક્રિટ મિક્સ કરવા અને કામ કરતી વખતે સરળતાથી ઊભા રહેવા માટે પૂરતી જગ્યા મળી રહે. દુરોજય મેદાન પર કાર્યકારી વ્યૂહરચના બનાવવામાં પાવરધો હતો.           પાંચ દિવસ વીતી ગયા હતા. એમણે છતના પાંચ વિભાગ પૂરા કર્યા હતા. દરેક વિભાગના સમારકામમાં લગભગ એક એક દિવસ ગયો હતો. હવે મોટાભાગના તાલીમી શૂન્યોએ પણ કોંક્રીટ કેવી રીતે રેડવો અને એને કેવી