અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 6

  • 2.3k
  • 1k

હરપાલસિંહનો ટાર્ગેટ એ હતો કે આરાધનાના દિલમાં ક્રિશીલ માટે નફરત જાગે તેવું કઈક કરવું.અને એને જે જોઈતું હતું તે ક્રિશીલની રેકી વખતે જ એવી મહત્વની કડી એના હાથમાં આવી ગઈ કે જેનાથી એનું કામ હવે સીધેસીધું થઇ જાય તેમ હતું. હરપાલસિંહએ લગાડેલ ખબરીએ એટલી મોટી વિગત ક્રેક કરી હતી કે એ તો હરપાલસિંહના પપ્પાને પણ પોલીસ વિભાગમાં સરપાવ અપાવે તેવી બાબત બનવાની હતી. ક્રિશીલ વિશે તમામ તપાસ કરાવી લીધા પછી હરપાલસિંહ ક્રિશીલનો ખેલ કઈ રીતે પાડી દેવો તેની જોરદાર યોજના તેના ખુરાફાતી મનમાં તૈયાર કરી દિધી હતી.વાત એમ હતી કે ક્રિશીલના મિત્ર સિકંદરના પરિવારનો જાહેરમાં વ્યવસાય બાઈક લે-વેચનો હતો પરંતુ