વારસદાર - 92

(74)
  • 5.2k
  • 6
  • 3.4k

વારસદાર પ્રકરણ 92રાજન દેસાઈ ઘરેથી નીકળી ગયા પછી શીતલે એ દિવસે ત્રણેક વાર ફોન કર્યા પરંતુ રાજને ફોન કટ કર્યા. શીતલ સમજી ગઈ કે પોતાના શબ્દોથી રાજનને ખૂબ જ ખોટું લાગ્યું છે. એ એક પુરુષ હતો અને પત્ની તરીકે રાત્રે એણે જે ચાબખા માર્યા હતા એ કોઈ પણ પતિ સાંભળી ના શકે ! એ દિવસે પોતાની ઓફિસથી રાત્રે શીતલ ઘરે આવી ત્યારે પણ રાજન પાછો આવ્યો ન હતો. રાત્રે પણ એણે વાત કરવા પ્રયત્ન કર્યો પણ રાજને એક પણ ફોન ઉપાડ્યો નહીં. શીતલે એને ' સોરી ' નો વોટ્સએપ મેસેજ પણ કર્યો છતાં રાજને એ મેસેજ જોયો પણ નહીં. હવે