વારસદાર - 89

(80)
  • 4.6k
  • 3
  • 3.2k

વારસદાર પ્રકરણ 89સમય સરકતો ગયો. દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષ. દશ વર્ષનો સમયગાળો જોતજોતામાં પસાર થઈ ગયો. મંથન ૪૫ નો થઈ ગયો. અદિતિ પણ ૪૩ ની થઈ. અભિષેક ૧૪ વર્ષનો થયો. વીણામાસી પણ ૭૫ આસપાસ પહોંચી ગયાં. હવે એમને કોઈને કોઈ બીમારીની દવાઓ ચાલુ થઈ ગઈ હતી. ઝાલા સાહેબ પણ ૭૩ ની ઉંમરે પહોંચવા આવ્યા હતા અને હવે સંપૂર્ણ નિવૃત્ત જીવન ગાળતા હતા. ૪૦ વર્ષનો ચિન્મય શાહ સ્ટોક માર્કેટનો કિંગ બની ગયો હતો. શેરબજારમાં એનું નામ બહુ આદરથી લેવામાં આવતું. હવે એ બજારને રમાડતો થઈ ગયો હતો. માત્ર સ્ટોક માર્કેટમાંથી જ એ કરોડો રૂપિયા કમાઈ ગયો હતો. મોંઘીદાટ