વારસદાર પ્રકરણ 85મંથન એક પછી એક જવાબદારીઓ પૂરી કરી રહ્યો હતો. ઘણા બધા કાર્યોમાં ગુરુજીએ એને નિમિત્ત બનાવ્યો હતો. એને દરેક કામમાં સફળતા મળતી હતી એનું કારણ ગુરુકૃપા અને ગોપાલદાદા ના આશીર્વાદ હતા. છેલ્લી જવાબદારી તર્જનીની હતી એ પણ સરસ રીતે પૂરી થઈ ગઈ હતી અને મુરતિયો પણ સારો મળ્યો હતો. ચિન્મયને પોતાને પણ કલ્પના ન હતી કે મંથન સર એનું કિસ્મત બદલી નાખશે. આજે એની પાસે મુલુંડનો વૈભવી બંગલો, લોઅર પરેલનો વિશાળ ફ્લેટ, ગાડી અને અપ્સરા જેવી તર્જની હતી. એનાં વૈભવી લગ્નના સમાચાર છેક અમદાવાદ એનાં ફોઈબા સુધી પહોંચી ગયા હતા. મંથન શેઠે ચિન્મયનાં મામા મામી અને દીકરી જમાઈ