વારસદાર પ્રકરણ 84ચિન્મયનો મક્કમ નિર્ણય સાંભળી મામા મામી થોડાં ઢીલાં પડ્યાં. ભાણો જો જાતે કન્યા પસંદ કરીને લગ્ન કરી લે તો પોતાની જ માનહાની થાય. પોતે જોડે રહીને લગ્ન કરાવે તો પોતાને પણ યશ મળે કે ભાણાને પરણાવ્યો ! અને ચિન્મય હવે માનવાનો તો છે જ નહીં એટલે પછી એમણે નમતું મૂક્યું." ઠીક છે ભાઈ. શેઠની આગળ તારી આટલી મજબૂરી હોય તો અમે શું કરવાનાં હતાં ? ક્યાં જવાનું છે અને કેવી રીતે જવાનું છે ? ગોળધાણાની વાત હશે તો કંઈક વ્યવહાર પણ કરવો પડશે ને ? " મામા બોલ્યા." છોકરી મુલુંડ રહે છે. બાકી મને બીજી કંઈ જ ખબર