રેખા ગભરાઈને રઘુને ભેટી પડી. જેમને ગોળી ફાયર કરી હતી એ બંને વ્યક્તિ એ ચહેરા પર કાળા માસ્ક પહેર્યા હતા. પાર્કની સિક્યુરિટી એ વ્યક્તિઓને પકડી શકે એ પહેલાં જ એ વ્યક્તિઓ ભાગી ચૂક્યા હતા! રેખાની તેઝ થઈ ગયેલી ધડકનો રઘુ પણ મહેસૂસ કરી શકતો હતો! એ લોકો ભાગી ગયાં... રીલેક્સ! રઘુએ રેખાને કહ્યું. ચેનથી શ્વાસ પણ નહી લેવા દેતા... કોણ છે એ વ્યક્તિઓ! કેમ આવું કરે છે! રેખા એકશ્વાસે બોલી ગઈ. હું એમને નહીં છોડુ! એમને મારી રેખા પર હુમલો કર્યો છે! રઘુએ એક અલગ જ ખુમારીથી કહ્યું. હા, પણ પહેલાં ખબર તો પડે ને કે એ છે કોણ! રેખાએ