ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 10

  • 2.1k
  • 1
  • 1.1k

રેખા ગભરાઈને રઘુને ભેટી પડી. જેમને ગોળી ફાયર કરી હતી એ બંને વ્યક્તિ એ ચહેરા પર કાળા માસ્ક પહેર્યા હતા. પાર્કની સિક્યુરિટી એ વ્યક્તિઓને પકડી શકે એ પહેલાં જ એ વ્યક્તિઓ ભાગી ચૂક્યા હતા! રેખાની તેઝ થઈ ગયેલી ધડકનો રઘુ પણ મહેસૂસ કરી શકતો હતો! "એ લોકો ભાગી ગયાં... રીલેક્સ!" રઘુએ રેખાને કહ્યું. "ચેનથી શ્વાસ પણ નહી લેવા દેતા... કોણ છે એ વ્યક્તિઓ! કેમ આવું કરે છે!" રેખા એકશ્વાસે બોલી ગઈ. "હું એમને નહીં છોડુ! એમને મારી રેખા પર હુમલો કર્યો છે!" રઘુએ એક અલગ જ ખુમારીથી કહ્યું. "હા, પણ પહેલાં ખબર તો પડે ને કે એ છે કોણ!" રેખાએ