ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 8

  • 2.1k
  • 1
  • 1.2k

"હા, ગીતાએ તો બધા વચ્ચે જ તને પ્રપોઝ કરેલું ને! એમ પણ તો કહેલું કે જે કોઈ તને પ્યાર કરશે, એ એની લાઇફ બરબાદ કરી દેશે!" રેખા એ યાદ અપાવ્યું. "એ તો એણે ખાલી જ કહ્યું હશે..." રઘુ એ કહ્યું કેમ કે હજી એનું મન નહોતું માનતું! "પ્યાર બહુ જ સ્ટ્રોંગ ફિલિંગ છે, પ્યાર માટે વ્યક્તિ કોઈ પણ હદ પાર કરી શકે છે..." રેખા એ કહ્યું તો રઘુને એક પળ માટે તો એવું જ લાગ્યું જાણે કે આ બધા જ પાછળ પોતે ગીતા જ છે! "તને શું લાગે છે, આ બધા પાછળ ગીતા છે?" રઘુ એ થોડું ડરતા ડરતા પૂછ્યું.