પ્રેમ - નફરત - ૬૨

(28)
  • 3.7k
  • 2
  • 2.2k

પ્રેમ-નફરત- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૨ મીતાબેનનું અસ્ખલિત બોલવાનું ચાલું જ હતું. એમના શબ્દોમાં એ સમયની ઘટના જીવંત થઇ રહી હતી:'દેવનાથભાઇ તારા પિતાને આમતેમ શોધી રહ્યા હતા ત્યારે પોલીસ એની કાર્યવાહીમાં વ્યસ્ત હતી. કંપનીના કેટલાક કર્મચારીઓએ ફરિયાદી બનીને એક પછી એક મજૂરના નામ લઇ કેસ નોંધાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે મજૂરોના નામ લઇ એમને બાજુમાં ઊભા કરવાનું શરૂ કરી દીધું હતું. મજૂરો બહુ મોટા ગુનેગાર હોય એમ એમની સાથે વર્તન થઇ રહ્યું હતું. એક- બે મજૂરે આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી ત્યારે એક પોલીસે કહ્યું:'ભાઇ, જેલમાં જવાની બહુ ઉતાવળ છે? પોલીસની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ બીજો કેસ