ધૂન લાગી - 26

  • 1.6k
  • 1k

અંધારી રાતને પૂર્ણ કરવાં સૂર્ય આકાશમાં ઊગ્યો. સૂર્ય ઊગતાં સૌ પોતાનાં નિત્યક્રમમાં ગોઠવાઈ ગયાં. બાળકો સ્કૂલે ચાલ્યાં ગયાં હતાં. અંજલી તેનાં ડાન્સ ક્લાસ કરાવી રહી હતી અને અમ્મા અપ્પા તેમનાં રૂમમાં હતાં. "હેલ્લો!" અમ્માએ કોઈને કોલ કરીને કહ્યું. "હેલ્લો અમ્માજી! વડક્કમ્!" સામેથી અવાજ આવ્યો. "વડક્કમ્ પંડિતજી!" "બોલો, બોલો, આજે અચાનક કેમ ફોન કર્યો?" "વાત એમ છે, કે મારાં આશ્રમની દીકરી અંજલીનું કલ્યાણમ્ કરવાનું છે એટલે તેનું મૂહુર્ત કઢાવવા માટે મેં તમને ફોન કર્યો છે." "હા, તો તમે કોલ પર રહો. હું મૂહુર્ત જોઈને જણાવું છું." "ઠીક છે." "હેલ્લો અમ્માજી!" થોડીવાર પછી પંડિતજી બોલ્યાં. "હા, બોલો પંડિતજી!" "કલ્યાણમ્ માટે 3 ત્રણ