લવ ફોરેવર - 10 - છેલ્લો ભાગ

(18)
  • 3k
  • 1.6k

Part :-10 (Last part)"વ્હોટ...??" પાયલ ને થોડીવાર લાગ્યું કે પોતાને સાંભળવામાં કાઈક ભૂલ થઈ લાગે છે." હા.... હું એમનો દીકરો નથી. એ મારા મોટા પપ્પા છે. મારા પપ્પાના મોટા ભાઈ...." કાર્તિક હજુ પણ આકાશને જ જોઈ રહ્યો હતો." તો તારા મમ્મી - પપ્પા...??" પાયલ પૂછવા નહોતી માંગતી પણ તેનાથી પૂછાઈ જ ગયું." પપ્પા ને પેહલેથી જ બિઝનેસમાં ઈન્ટરેસ્ટ હતો. મમ્મી અને પપ્પા કોલેજમાં સાથે હતા. બન્નેના સપના સરખા હતા. કોલેજ પછી બન્ને એ સાથે મળી બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એકદમ સફળ રહ્યો. પછી મમ્મી પપ્પાએ લગ્ન કરી લીધા. મારા મોટા પપ્પા કાઈ કામ ધંધો કરતા નહી અને એમને સટ્ટો રમવાની