પ્રેમ - નફરત - ૬૧

(28)
  • 3k
  • 1
  • 1.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૧ મીતાબેનની વાત સાંભળી રચનાના ચહેરા પર એ ઘટના હમણાં બની હોય એમ એના પ્રત્યાઘાત ઉદાસી બનીને લીંપાઇ ગયા. તે બોલી ઊઠી:'મા, કાશ એ બધું ના બન્યું હોત તો કેટલું સારું? એ વાત યાદ કરવી એટલે જૂના ઘા ખણવા જેવી વાત છે. મા, મારે એ વાતને ફરી યાદ કરવી છે. એનો બદલો લેવો છે. મારે એ દુ:ખને ફરી જાણવું છે અને એ લખમલભાઇને અને એના પરિવારને આપવું છે. આપણે ઘણા વર્ષ સુધી એ દુ:ખ ભોગવ્યું છે. જાણે અગનભઠ્ઠીમાંથી પસાર થયા છે. તેં એ દુ:ખ સહન કરવા સમયના મોટા ખંડમાં તારી જાતને હોમી દીધી હતી...'મીતાબેનની