કનેક્શન-રૂહ સે રૂહ તક - 40 - (અંતિમ ભાગ)

(22)
  • 2.8k
  • 940

૪૦.સુખદ અંત મોહનભાઈનાં બંગલે રોકીની સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. અમુક ખાસ લોકો અને સંબંધીઓ જ આવવાનાં હતાં. છતાંય મોહનભાઈ એમનાં લાડલા દીકરાની સગાઈમાં કોઈ ખામી રાખવાં માગતાં ન હતાં. એમણે ડેકોરેશન માટે એક મોટી ટીમને બોલાવી હતી. જેમણે આખાં બંગલાને લાઈટો અને ફુલોથી સજાવી દીધો હતો. બંગલાના એન્ટ્રેસ ગેટ પર મોટાં મોટાં અક્ષરોમાં 'ઇન્ગેજમેન્ટ સેરેમની' લખેલું હતું. ગાર્ડનમાં સગાઈ માટેનું સ્ટેજ ગોઠવાઈ ગયું હતું. જ્યાં બે રજવાડી ખુરશીઓ મુકેલી હતી. રોકી સગાઈની રિંગની ખરીદી કરીને ઘરે આવ્યો. ઘરને દુલ્હનની જેમ સજાવેલું જોઈને એની આંખોમાં અલગ જ પ્રકારની ચમક ઉભરાઈ આવી. એ સ્મિત સાથે ઘરની અંદર આવ્યો. ઘર બહારથી જેટલું