વિરાટે એના ઉપર ઝૂકેલી એક શૂન્ય છોકરીનો ચહેરો જોયો. એ શૂન્ય લોકોના પરિધાનમાં હતી પણ એ એને ઓળખી ન શક્યો. છોકરીએ એનો ડાબો હાથ એની ગરદન નીચે મૂક્યો અને જમણા હાથથી એનું મોં ખોલ્યું. એ શ્વાસ નહોતો લેતો. હવા માટે એનું મોં ખોલાવાવું જરૂરી હતું. વિરાટ તે છોકરીને જોઈ રહ્યો. એ મરી રહ્યો હતો. એ શ્વાસ લેવા મથતો હતો પણ ફેફસા અને ઉરોદર પટલ જાણે નકામા થઈ ગયા હતા. એના વાયુકોષ્ઠો પ્રાણવાયુ માટે તડપતા હતા પણ એ શ્વાસ ભરી શકતો નહોતો. છોકરીએ વિરાટનું જડબું પહોળું ખોલ્યું અને મોમાં આંગળા નાખી