એક ચાહત એક ઝનૂન - ભાગ 16 (અંતિમ)

(18)
  • 2.3k
  • 1.2k

"હેલ્લો પ્રવેશ, તું નીકળ્યો?" પ્રવેશે માત્ર હા કહી અને પોતે કઈ જગ્યાએ ઊભો છે તે રાશિને કહ્યું. રાશિએ તેને ત્યાંથી જ પિકઅપ કરી લેશે તેમ જણાવી ત્યાં જ ઉભવાનું કહ્યું. પ્રવેશે તરત જ વિશ્વને કોલ કરી પોતે નીકળતો હોવાનું જણાવ્યું. પોકેટમાં પેલો કાગળ મૂક્યો. પછી મનોમન પોતાનું અને તૃષાનું તથા રાશિનું જીવન પણ ડામાડોળ અવસ્થામાંથી બહાર નીકળી સ્થિર થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી. ત્યાર પછી રાશિની રાહ જોઈ ઊભો રહ્યો. એ વખતે તૃષા પણ હેતાની ઘરે શહેરમાં આવી ગયેલી અને એ ચારે રાબેતા મુજબ રાશિએ સૂચવેલા સમયે જ ત્યાં પહોંચવાની હતી. આ તરફ વિશ્વ પણ રાશિને એમ કહી