વસુધા - વસુમાં - પ્રકરણ-74

(30)
  • 2.9k
  • 1
  • 1.6k

નાથાકાકા વાડામાં ગયાં લાલી અને એનાં વાંછરડાને જોવાં સરલા ભાવેશકુમારને અંદરનાં ઓરડામાં લઇ ગઇ અને બોલી ‘ભાવેશ તમે મારી વાત સમજી ગયાં સારું થયું. આકુનાં જન્મને આટલાં મહીના થઇ ગયાં આપણે ફોઇ ફુવાએ આજ સુધી આકુને કશું આપ્યું નથી.. હું તો અહીજ રહેતી હોવાથી માં એ કશુ કહ્યું નથી.. આપણે આપણાંજ..” પછી અટકી ગઇ. ભાવેશકુમારે કહ્યું “સરલા હું બધું સમજી ગયો છું. આપણે આકુને કંઇક આપવું પડે વ્યવહારમાં રહેવું પડે હું સીટીમાં જઇને તું કહે એ લઇ આવું..” સરલા એ કહ્યું “હું નથી આવતી તમે સોનીને ત્યાં જઇને એનાં માટે સોનાની બુટ્ટી અને પગનાં ચાંદીના ઝાંઝર લઇ આવો તમને આમેય