કનેક્શન-રૂહ સે રૂહ તક - 37

  • 2.4k
  • 846

૩૭.શિવની લાચારી વહેલી સવારે છ વાગ્યે શોરબકોરનો અવાજ કાને પડતાં જ અપર્ણાની આંખો ખુલી. એ આંખો મસળતાં મસળતાં ઉભી થઈ. એની આટલી જલ્દી ઉઠવાની આદત ન હતી. રાત્રે પણ એ મોડી સૂતી હતી. એકવાર તો એને થયું કે ફરી સૂઈ જાય. પણ, નીચેથી આવતો અવાજ જાણીતો લાગતાં એ રજાઈ હટાવીને નીચે આવી. નીચેનો નજારો જોતાં જ એની આંખો ફાટી ગઈ. નીચે જગદીશભાઈ અને જગજીતસિંહ વચ્ચે કંઈક વાતો થઈ રહી હતી. જેમાં જગદીશભાઈ ઉંચા અવાજે બોલી રહ્યાં હતાં. અપર્ણા હજું કંઈ સમજે એ પહેલાં જ શિવ પણ ઉઠીને એની પાસે આવીને ઉભો રહી ગયો. "તારાં પપ્પા અહીં કેવી રીતે આવ્યાં?" શિવે