વારસદાર - 75

(69)
  • 4.2k
  • 5
  • 2.8k

વારસદાર પ્રકરણ 75ગડાશેઠના આત્મા સાથે વાર્તાલાપ કર્યા પછી મંથન થોડો ડિસ્ટર્બ એટલા માટે થયો કે મૃત્યુ પછી પણ જીવની માયા છૂટતી નથી અને ફરી ફરી એ જ કુટુંબમાં એ જનમ લેવા માગતો હોય છે. પોતાની ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવાના બદલે ફરી ફરીને એ જનમ મરણના ચક્કરમાં ફસાતો રહે છે ! ગડાશેઠે આ જનમમાં કરોડો રૂપિયા કમાવવા માટે ઘણા બધા કાવાદાવા કર્યા હતા. ઘણા રંગરાગ માણ્યા હતા. ડ્રગ્સ જેવા ધંધામાં પણ હાથ કાળા કર્યા હતા એટલે એમનો આત્મા મૃત્યુ પછીના પ્રથમ લોકમાં જ ભટકી રહ્યો હતો. તેમ છતાં એમની આંખ ઉઘડતી ન હતી અને મન માયામાં જ હતું. માયાનું વળગણ ઓછું હોય