વારસદાર - 73

(69)
  • 5.1k
  • 3
  • 3.5k

વારસદાર પ્રકરણ 73મર્સિડીઝ ગાડી એક્સપ્રેસ હાઈવે ઉપર બોરીવલી તરફ સડસડાટ ભાગી રહી હતી. આજે કોણ જાણે કેમ ટ્રાફિક ઓછો હતો. બોરીવલીથી ઘોડબંદર રોડ થઈને ગાડીને થાણા મુલુંડ તરફ ભગાવી. તર્જની એક નાના બાળકની જેમ ભાઈની બાજુની સીટમાં બેસીને આ લક્ઝરીયસ ગાડીનો આનંદ માણી રહી હતી. મમા હતી ત્યારે એક બે વખત ટેક્સીનો અનુભવ કર્યો હતો બાકી તો બધે રિક્ષામાં જ આવવા જવાનું થતું. આવી મોંઘીદાટ ગાડીમાં એ પહેલીવાર બેઠી હતી. " ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે ? " તર્જની બોલી. "તારા સ્વર્ગસ્થ પિતાના ઘરે. ભલે તેં તારા પિતાને ના જોયા હોય પણ તને જોઈને તારા પિતાએ સંતોષ વ્યક્ત