લવ ફોરેવર - 8

(11)
  • 3.7k
  • 1.7k

Part:- 8પાયલ એકદમ રેડી થઈ ને કાર્તિકની રાહ જોઈ રહી હતી. પાયલ એ બ્લેક શોર્ટ ડ્રેસ પેહર્યો હતો. હેર ઓપન જ રાખ્યા હતા. પાવર રેડ શેડની લિપસ્ટિક લગાવી હતી અને બ્લશર ની તો જાણે જરૂર જ ન્હોતી કારણકે પાયલ પેહલેેથી જ એટલી બ્લશ કરી રહી હતી. અને ઉપરથી એના ચહેરા પર રહેલી ખૂબસૂરત હસી એને વધારે જ ખૂબસૂરત બનાવી રહી હતી." હવે અરીસા સામેથી ઊભી થાય તો સારું આ પાગલ છોકરી...!! બિચારો અરીસો આનો ચહેરો જોઈ થાકી ગયો હશે." રીમા બેડ પર બેઠી બેઠી ક્યારની પાયલ ને જોઈ રહી હતી. કલાક જેવું થવા આવ્યું હતુ પાયલ ડ્રેસિંગ સામે બેઠી એને."