કનેક્શન-રૂહ સે રૂહ તક - 35

  • 2.9k
  • 2
  • 982

૩૫.અપર્ણાનું નવું કાંડ અંશુમનના લીધે તાન્યા વિશ્વાસ જેવાં અવિશ્વાસી માણસથી બચી ગઈ હતી. આખી વાત જાણ્યાં પછી જગદીશભાઈનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો. પહેલાં વિશ્વાસની વાતોમાં આવીને તાન્યાનાં મમ્મી-પપ્પાએ પણ અપર્ણાને ખોટી સમજી હતી. પણ, વિશ્વાસ વિશેની હકીકત જાણ્યાં પછી એમને સમજાઈ ગયું હતું, કે અપર્ણાએ તો તાન્યાનાં ભવિષ્ય અને ખુશી માટે જ બધું કર્યું હતું. એટલે એમણે અપર્ણાને માફ કરી દીધી. તાન્યાને પણ એની ભૂલ સમજાઈ ગઈ હતી, કે એણે અપર્ણાની વાત નાં માનીને ખોટું કર્યું હતું. એણે તરત જ આગળ વધીને અપર્ણાને ગળે લગાવી લીધી. "સોરી યાર." તાન્યાએ કહ્યું. "ઇટ્સ ઓકે." અપર્ણાએ એકદમ શાંત અવાજે કહ્યું. "તો