કોને ભૂલુંને કોને સમરુ રે - 168

  • 1.7k
  • 438

"સોનલ આપના શોખ અને વિચારો મને બહુ જ ગમ્યા પણ મારે મારી સાઇડની કેટલીક ચોખવટકરવી છે.."ચંદ્રકાંત મોટા મોટા ડોળા ડબકાવતા રીતસર દબડાવતો હોય એમ પુછે છે..“કરો ને ચોખવટ.." સોનલમા હવે ફુલ કોન્ફીડન્સ આવી ગયો હતો. તે પણ ધીરે ધીરે ચંદ્રકાંતનો બનીરહી હતી… “જરાયે ચિંતા કર્યા વગર ચોખવટ કરો હું પણ કંઇ છુપાવીશ નહી . બી શ્યોર..”" તો સાંભળો પહેલુ તો મારો સ્વભાવ બહુ ઉગ્ર છે એમ સહુ કહે છે પણ મે અગાઉ કહ્યું તેમ દંભીચાલાક અને જુઠાબોલા લોકો ઉપર બનારસે કુછ ઔર અંદરસે કુછ ઔર જેવા સ્વભાવનાં લોકોને હુંએક સેકંડમાં પારખી લઉં છુ … તેમની નિયતિની ખબર પડી જાય છે