વારસદાર - 66

(68)
  • 4.3k
  • 5
  • 2.9k

વારસદાર પ્રકરણ 66"મને આવે છે. તીવ્ર સુગંધ આવે છે. અને એ ગડાશેઠ જે પર્ફ્યુમ હંમેશા વાપરતા હતા એની જ આવે છે. નક્કી એમનો આત્મા અહીં આસપાસ છે અને મને કદાચ કંઈક કહેવા માગે છે. " મંથન બોલ્યો. મંથનની વાત સાંભળીને ઝાલા સાહેબને આશ્ચર્ય થયું. ગડાશેઠનો આત્મા અહીં આસપાસ છે અને મંથનને કંઈક કહેવા માગે છે એ વાત એમની સમજની બહાર હતી. ઝાલા સાહેબ આધ્યાત્મિક જરૂર હતા અને ગુરુજીને માનતા પણ હતા છતાં એમનું લેવલ આ બધી વાતોને સમજવા જેટલી ઊંચાઈ ઉપર ન હતું. પરંતુ મંથનને ચોક્કસ અહેસાસ થઈ ગયો હતો. એની પાસે ગોપાલદાસે આપેલી અમુક સિદ્ધિઓ હતી અને આધ્યાત્મિક લેવલ