વારસદાર - 63

(74)
  • 5.6k
  • 6
  • 3.9k

વારસદાર પ્રકરણ 63દલીચંદ ગડાએ પોતાની જ પિસ્તોલથી મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. ખૂબ જ સનસનાટી ભર્યા સમાચાર હતા. સવારે મુંબઈની તમામ ન્યૂઝ ચેનલોમાં આ સમાચાર વારંવાર ફ્લેશ થતા હતા. દલીચંદ ગડાને કોઈ પુત્ર ન હતો. એમના પરિવારમાં એમની પત્ની અને એમની સાસરે ગયેલી એક માત્ર દીકરી જ હતાં. જો કે દીકરી પણ લગ્ન પછી અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી. લાશને મોડી રાત્રે જ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. માથામાં જ કાનપટ્ટી પાસે ગોળી મારી હતી એટલે ચહેરો જોવા જેવો હતો જ નહીં. ખોપરી આખી ફાટી ગઈ હતી અને બંને આંખો બહાર લટકી પડી હતી. પોલીસે એમની પત્નીની જરૂરી પૂછપરછ