એક ચાહત એક ઝનૂન - ભાગ 7

  • 2.1k
  • 1.2k

(આગળનાં ભાગમાં વાર્તાની શરૂઆતથી વર્ણવેલો રાશિનાં બાળપણનો ભૂતકાળ પૂર્ણ થાય છે. કઈ રીતે રાશિનું બાળ માનસ ઘડાયું હતું તેનો ચિતાર અને આજે રાશિ શું છે? કેવી રીતે છે? તે જોયું. હવે આગળ..) એમ.બી.એ. કરવા મુંબઈ આવી ત્યારે રાશિને એમ થતું હતું કે સમયને પકડી રાખું. હવે વેકેશન પૂરું થશે પછી ઘરેથી ફરી દૂર હોસ્ટેલ જવા મળશે તેવી કોઈ શક્યતા ન હતી. તેમજ જેનાં તરફ માત્ર નફરત હતી એવાં બાપ સાથે રહેવું પડશે એ વિચારે તેને ગુંગળામણ થતી. તે અતડી અને બેરુખ બનીને ફર્યાં કરતી. એ દરમિયાન તે સૌ પ્રથમ તૃષાનાં પરિચયમાં આવી. બે દિવસ સખત તાવમાં હતી ત્યારે તૃષાએ તેની