પ્રેમનું રહસ્ય - 8

(29)
  • 4.1k
  • 2.7k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૮ અખિલને થયું કે ઓફિસના કામ માટે રાત્રિના સમય પર જવાનું કંટાળાજનક હોય છે. બીજા કોઇ સંજોગો હોત તો કદાચ એક વખત તો એણે મેનેજરને ઇન્કાર કર્યો હોત. પોતે ઓફિસે જવા માટે તૈયાર થઇ ગયો એની એને પોતાને જ નવાઇ લાગી રહી હતી. એનું મન આવી કોઇ તકની રાહ જોતું હતું કે શું? અને સારિકા સાથે તેને કોઇ લગાવ થઇ રહ્યો છે કે બીજું કોઇ કારણ હશે? વિચારોમાં અટવાતા અખિલની નજર નવ વાગ્યાના ટકોરા પડ્યા એટલે સામેની દિવાલ પર લગાવેલા ઘડિયાળ પર પડી. તે તરત જ ઊભો થઇ ગયો અને સંગીતાને જઇને કહ્યું:'ડાર્લિંગ, મારે અત્યારે ઓફિસે જવું પડશે.