વારસદાર - 58

(93)
  • 6.2k
  • 2
  • 4.6k

વારસદાર પ્રકરણ 58" છોકરાનું નામ ધર્મેશ છે. એટલાન્ટામાં કોઈની સાથે લીવ ઇન રિલેશનશિપમાં છે. છોકરો ઐયાશી છે. " મંથનથી બોલી જવાયું." હેં !!! તમે ઓળખો છો એ ધર્મેશને ? " માસી બોલ્યાં. છોકરી અને એના પપ્પા પણ આશ્ચર્યથી મંથન સામે જોઈ રહ્યા. " ના માસી હું કોઈને પણ ઓળખતો નથી. કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું. " મંથન બોલ્યો. એને પોતાને પણ આશ્ચર્ય થયું હતું. " પરંતુ એ છોકરાનું નામ ધર્મેશ છે એ તમને કેવી રીતે ખબર પડી ? " છોકરીના પપ્પા બોલ્યા. " અરે વડીલ મારાથી આપોઆપ જ બોલાઈ ગયું. તમે પણ મને ક્યાં નામ દીધું હતું ? મને