વારસદાર - 55

(94)
  • 6.6k
  • 3
  • 4.7k

વારસદાર પ્રકરણ 55" તારું ધ્યાન હવે સિદ્ધ થઈ ગયું છે. તું જ્યારે પણ ધ્યાનમાં બેસીશ કે તરત જ ઊંડા ધ્યાનમાં ઉતરી શકીશ અને ઈચ્છા થાય ત્યારે મારી સાથે પણ સંવાદ સાધી શકીશ. તારી સાધનાથી હું પ્રસન્ન થયો છું. ૧૧ ગાયત્રીની માળા ફરી ચાલુ કરી દે. " સ્વામી સર્વેશ્વરાનંદજીની સ્પષ્ટ વાણી મંથનને સંભળાઈ. ધ્યાનની ઊંડી અવસ્થામાં એ મંથનની સામે ઊભા રહીને હસી રહ્યા હતા !ઘણા સમયથી જેની પ્રતીક્ષા હતી એ ગુરુજીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થઈ ગયો. મંથન માટે આ અમૂલ્ય ક્ષણ હતી. " સ્વામીજી મારા માટે બીજો કંઈ આદેશ ? " મંથન ધ્યાન અવસ્થામાં જ ગુરુજી સાથે સંવાદ કરી રહ્યો હતો. "