પ્રતિકૂળતા

  • 1.7k
  • 578

અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સિક્કાની બે બાજુ છે. સિક્કો ઊંધો પડે એટલે માની લીધું અને જાણે પ્રતિકૂળતાની ઝલક દેખાય. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય, એ ઘરમાં જ્યારે વાવાઝોડું ઘૂસી આવે! ત્યારે તમે સમજી શકો પ્રતિકૂળતા કેવી હોય. ઘરના સર્વે સાનભાન ગુમાવી બેસે. સાચુ ખોટું તો ઠીક પણ જાણે જીવનમાં સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેવી ભાવના જન્મ લે. એવા કપરા પ્રતિકૂળ સંજોગમાંથી બહાર આવવું એ દાદ માંગી લે તેવી વાત છે. ઉમર પણ કેવી, નહી નાની નહી ખૂબ મોટી ! બાળકોનું ભણતર હજુ તો આખરી મુકામ પર પહોંચવા માટે વલખાં મારતું હતું! એવા સમયે ઘરનો મોભ ક ડ ડ