પ્રેમનું રહસ્ય - 6

(37)
  • 4.9k
  • 1
  • 3k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૬ અખિલ બે ક્ષણ માટે મનમાં ગુંચવાઇ ગયો. એ એણે ચહેરા પરથી કળી ન શકાય એવો અભિનય કર્યો. મેનેજર પટેલને જવાબ આપતાં પહેલાં એણે પોતે નક્કી જ કરી લીધું કે સારિકાએ લિફ્ટ આપી હતી એ વાતનો અહીં ઉલ્લેખ કરવો નથી. તે જવાબ આપતાં પહેલાં તે વાતને લંબાવવા લાગ્યો:'સર, તમને શું લાગે છે? મને કોઇ વાહન મળ્યું હશે?' મેનેજરે પટેલે કલ્પના કરી રાખી હોય એમ કહ્યું:'તારી પાસે તો બાઇક હતું ને?' અખિલે કહ્યું:'સર, ગઇકાલે પંકચર પડ્યું હતું એટલે બાઇક લાવ્યો ન હતો.' મેનેજર પટેલ અફસોસ કરતા બોલ્યા:'ઓહ! મને એ વાતની ખબર જ ન હતી. નહીંતર હું તને મદદરૂપ થઇ