જાદુઈ ડબ્બી - પ્રકરણ 7

  • 3.1k
  • 1.4k

ભાગ 6માં રાજકુમારની નજર જતાં જતાં વૈદેહી ઉપર પડી અને વૈદેહી રાજકુમારના મનમાં વસી ગઈ. હવે, આગળ શું થયું તે જોઈએ ભાગ 7માં. ************************ રાજાના મહેલમાં રાજકુમાર આજે ગુમસુમ થઇને ફરી રહ્યો હતો. આ જોઇને રાજા આશ્ચર્યમાં પડ્યાં. આ તરફ રાજકુમાર પણ દરેક ક્ષણ માત્ર વૈદેહીને જ યાદ કરી રહ્યો હતો. આ વાતથી અજાણ રાજા તેના વિશ્વાસુ સિપાઈને બોલાવે છે અને તેને પૂછ્યું, “જંગલમાં એવી તો શું ઘટના બની. જેથી, મારો હસતો ખેલતો રાજકુમાર આજે એકદમ સુન્ન પડી ગયો છે?” હવે તે સિપાઇ રાજાને બધી માંડીને વાત કરે છે કે, કેવી રીતે શિકાર કરતાં કરતાં રાજકુમાર આગળ નીકળી ગયા અને