લવ ફોરેવર - 7

(13)
  • 3.6k
  • 1.8k

Part :- 7 પાયલ ખૂબ ગભરાઈ ગઈ હતી. એને સમજાયું નહી આગળ શું કરવું...??" હેલ્લો.... મને કાર્તિક મલ્હોત્રા ના નંબર આપો ને...પ્લીઝ!!" પાયલ ને કાઈક યાદ આવ્યું અને તેને ઓફિસના રિસેપ્શન પર કોલ કરી નંબર મેળવી લીધા. પાયલ એ ઝડપથી કાર્તિક ને કોલ કર્યો. રીંગ વાગી રહી હતી પણ કોઈ રીસિવ કરતું નહોતું. પાયલ એ કાર પાસે જઈ અંદર જોયું તો મોબાઈલ કારમાં જ વાગી રહ્યો હતો." હે ભગવાન........." પાયલ કાર પાસે જ બેસી ગઈ અને રડવા લાગી. " પાયલ.......!!!" પાયલ એ પોતાનું નામ સાંભળી ઉપર જોયું તો સામે કાર્તિક ઊભો હતો અને એ પણ એકદમ સહી સલામત હતો." કાર્તિક.....!!!!