પ્રેમ - નફરત - ૫૪

(33)
  • 4.4k
  • 2
  • 2.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૪રચના બે કલાકમાં જ આરવ પાસે પરત આવી ગઇ હતી. આરવે એને ખાસ કંઇ પૂછ્યું નહીં એટલે એને રાહત થઇ હતી. રચનાએ એની સાથે પરિવાર વિશે વાતો કરી અને લખમલભાઇના ઇતિહાસ વિશે જાણ્યું. એમણે કેવી રીતે ધંધાને નાના પાયા પરથી શરૂ કરીને કંપની બનાવી અને દેશ- વિદેશ સુધી મોબાઇલ પહોંચાડી રહ્યા છે એની યશ ગાથા આરવે કહી. લખમલભાઇ એક લારી ઉપર મોબાઇલની એકસેસરી વેચતા હતા એ જાણીને રચનાને બહુ તાજ્જુબ થયું. એણે અકારણ જ પોતાની એમની સાથે સરખામણી કરી દીધી! પોતે એક સામાન્ય કામદારની પુત્રી છે અને આજે એક કંપનીના માલિકની પુત્રવધૂ બની ચૂકી