ધ સ્કોર્પિયન - પ્રકરણ -52

(90)
  • 5.4k
  • 4
  • 3.3k

ધ સ્કોર્પીયન પ્રકરણ -52          આટલું મોટું ચા અને ઇમારતી લાકડાનું સામ્રાજ્ય અનેક કંટુરીંગ જમીનો વિશાળ ચાનાં બગીચા. સુખ સમૃદ્ધિમાં આળોટતું કુટુંબ રુદ્રરસેલ એક ચુસ્ત સનાતની હિંદુ વેપારી હતાં. એમની રગ રગમાં હિંદુ સંસ્કૃતિ અને સંસ્કાર દોડી રહેલાં. આટલો ધન વૈભવ સત્તા હોવા છતાં ખુબ સરળ, વિનયી અને જમીનથી જોડાયેલાં હતાં. એમનાં કુટુંબમાં ખુદ પોતે એમનાં પત્ની સુરમાલિકા અને એની એક ખુબ સુંદર પુત્રી દેવમાલિકા..આટલો નાનો કુટુંબ સંસાર અને કુબેરને શોભે એવા ધન વૈભવ. રુદ્ર રસેલનાં  વડવાઓ પણ ખુબ ચુસ્ત સનાતની સૂર્યની આરાધના કરનારાં અને ભગવાન શંકરને પુજનારાં એમનો વંશ રુદ્રવંશ કહેવાતો અને દરેક પુરુષોનાં નામ પહેલાં રુદ્ર અચૂક