પ્રેમનું રહસ્ય - 5

(42)
  • 5.4k
  • 2
  • 3.3k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ અખિલને થયું કે સંગીતાને એ વાતની ખબર હતી કે એ મોડો આવવાનો છે એટલે એ કંઇ કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હોય તો પણ આટલી રાત સુધી ઘરે પાછી ના આવે એવું બને નહીં. એ આમ કહ્યા વગર ક્યાંય જાય એવી નથી. એ કોઇ વાત એનાથી છુપાવતી નથી. ભરપૂર પ્રેમ કરે છે. તો પછી આમ અચાનક ક્યાં જતી રહી હશે? અખિલે વધારે વિચાર કરવાને બદલે સંગીતાનો મોબાઇલ નંબર ડાયલ કર્યો. સંગીતાના મોબાઇલમાં રીંગ જવા લાગી. અને ઘરમાં જ એની રીંગટોનમાં 'આને સે ઉસકે આયે બહાર...' ગીતની ધૂન વાગવા લાગી. અખિલ દોડતો રીંગ સંભળાતી હતી એ તરફ ગયો.