હાસ્ય લહરી - ૫૫

  • 1.9k
  • 678

સળી કરવા કરતા વાંસળી વગાડવી સારી..!                                        સળી એટલે કાન ભંભેરણી..! નાક ભંભેરણી કરીએ તો કોઈ અસર નહિ થાય..! કોઈપણ ઉભેલાને આડો પાડવાનો અકસીર ઈલાજ એટલે સળી..!  સળી નહિ કરવાના  બંદાએ આમ તો શપથ લીધેલા, પણ આજે મારાં જ ઘરમાં ધાડ પાડવા બેઠો બોલ્લો..! સળી વિષય ઉપર જ સળી કરવા બેઠો. કોઈને સળી કરવી એ પણ એક કળા છે સાલ્લી..!  દુખની વાત એ છે કે, સળી કરનારને સળી-કલાકાર તરીકે આપણે નવાજતા નથી. એને અજ્ઞાનતા કહેવાય કે, જીલ્લસી એ તો રતનજી જાણે..! વાત માનો કે નહિ માનો એ માટે મારે કોઈની સળી કરવી નથી. પણ એક વાત તો માનવી જ