હાસ્ય લહરી - ૫૪

  • 2.5k
  • 970

મેરી ભેંસકો ડંડા કયું મારા..!                                      ઘરના ગાર્ડનમાં ભેંસ ભરાય જાય, તો તેનો ફોટો પાડીને મુખ્યમંત્રીને ફરિયાદ નહિ થાય, બુચકારીને જાતે જ કાઢવી પડે..! દૂધ બીજાં ખાય ને, બાગ આપણો ઉજાળવા આવે એ સહન તો નહિ થાય, પણ જીવદયા જેવું તો રાખવું પડે ને..! મારી ગર્લફ્રેન્ડ ગાર્ડનમાં ઘૂસી આવી હોય એમ, મારે ત્યાં ધાંધલ-ધમાલ થઇ ગઈ..! બધાના નાકના ટેરવા કપાળે ચોંટી ગયા..! અંગ્રેજી મીડિયમમાં ભણતો રામલો-રોમન પણ 'બફેલો કેઈમ..બફેલો કેઈમ' એમ  ‘હોમ-નાદ’ કાઢીને બબડવા બેઠો. ફાધરનું બ્લડ-પ્રેસર વધી ગયું, ને દાદીને ગભરાટ છૂટી ગયો કે, યમરાજ તો નહિ આવ્યા હોય..? મેં ચોખવટ કરી કે, આ પાડો