હાસ્ય લહરી - ૫૦

  • 2.4k
  • 984

  દરેક વ્યક્તિ પોતાના ગણપતિની જ જય બોલાવે છે..! બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો. ધડામ ધૂમ લાડ કરીને એને ડુબાડી દેવાની તો અમને આદત છે. એવાં જ દિવસને અમે આનંદ ચૌદશ કહીએ. છોરું કછોરું થાય પણ દેવ કૃપાધિન થવા માટે દેવાદાર થતાં અચકાતા નથી એ અમારો વિશ્વાસ છે બાપા..! ફરી ડી.જે. નાં ધૂમધડાકા શરુ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ બાપા..! યુવાનોનું સાંસ્કૃતિક ડીવાઈસ..!) આપની આરાધના-પૂજા કરવાનો, અને પ્રેમથી ડુબાડવાનો વળી એક લ્હાવો મળશે. આપ તો દેવાધિદેવ છો બાપા..! બધું જ જાણો છો કે, આપને ઘરે લાવતા કે, ઘર માંથી બહાર કાઢતાં, અમારૂ હૈયું હાથ નથી રહેતું, એટલે તો અમારે