પ્રેમનું રહસ્ય - 3

(52)
  • 5.5k
  • 3
  • 3.6k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સારિકાએ બીજી વખત કારને અટકાવી હતી. તેનું કાર અટકાવવાનું કારણ સાચું હતું. આગળ એક ખાડો આવી ગયો હતો. પણ એ કારણ હવે અખિલના ગળે ઉતરી રહ્યું ન હતું. તેના ગળામાં સોસ પડી રહ્યો હતો. રાતના સમયમાં તેણે એક 'કોલગર્લ' પાસે લીફ્ટ લીધી હતી એ વિચારીને તેના શરીરમાં ઉત્તેજનાને બદલે ડર વ્યાપી ગયો હતો. તે એક સીધો- સાદો અને શરીફ માણસ હતો. એક યુવતી સંગીતાનો પતિ હતો અને સારિકા જેવી રૂપવતી તેને આંખો અને હોઠોથી જાણે આમંત્રણ આપી રહી હતી. કારને ફરી આગળ વધારતાં સારિકા બોલી:'હં... હું શું કહેતી હતી?' 'હં...કોલગર્લ...' અખિલથી મનમાં ચાલતું હતું એ બોલી જવાયું.