વારસદાર પ્રકરણ 46રાજન મંથનને લઈને જુનાગઢ આવ્યો હતો અને સિદ્ધ મહાત્માનાં દર્શન કરવા માટે ગિરનારની તળેટીમાં લઈ આવ્યો હતો. ગિરનારના જંગલમાં એક ગુફામાં બંને જણા આવ્યા હતા અને ત્યાં કોઈ અઘોરી બાવા બેઠા હતા. મંથન એમનો અવાજ સાંભળીને ચમકી ગયો હતો કે અઘોરી બાબાનો અવાજ તો સ્વામી સર્વેશ્વરાનંદનો જ હતો ! મંથને અઘોરી બાબાને આ બાબતમાં સવાલ કર્યો હતો કે તમારો અને સ્વામી સર્વેશ્વરાનંદજી નો અવાજ એક જ છે એટલે અઘોરી બાવાએ મંથનને કહ્યું હતું કે એ પોતે અનેક સ્વરૂપે સ્વામી સર્વેશ્વરાનંદ જ છે અને શિવજી સાથે લીલા કરવા માટે ગિરનારની તળેટીમાં આવ્યા છે. " ગુરુદેવ હવે મારા માટે શું