વારસદાર પ્રકરણ 44" મને માફ કરી દો મંથન " અદિતિ માત્ર એટલું જ બોલી. ચહેરા ઉપર બે હાથ રાખીને એ રડી રહી હતી. મંથન કંઈ ના બોલ્યો. એને એણે રડવા દીધી. " પપ્પા હું હવે જાઉં છું. કેતાને એના ઘરે મૂકી આવું. આજની ઘટનાથી હું પણ ઘણો જ અપસેટ છું એટલે વધુ રોકાતો નથી અને હવે મારે બીજો કોઈ ખુલાસો કરવો નથી. " કહીને મંથન ઉભો થઈ ગયો. કેતા પણ ઊભી થઈ. " અરે પણ તમે લોકો ચા-પાણી તો પીતા જાઓ. કેતા પહેલી વાર મારા ઘરે આવી છે. " સરયૂબા બોલ્યાં. " ના મમ્મી. ફરી કોઈ વાર. દોઢ વર્ષના આટલા