જાદુઈ ડબ્બી - પ્રકરણ 3

  • 3.2k
  • 1.5k

ભાગ 2માં તમે જોયું કે, સાપની પાછળ પડેલાં મદારીથી સાપને બચાવવા વૈદેહીએ સાપને પોતાના વાળમાં વીંટળાઈ જવા કહ્યું.હવે, આગળ શું થયું તે જોઈએ ભાગ 3માં.************************ સાપને તેની યોજના ગમી અને તેની પાસે આગળ વધ્યો અને સાવ નજીક આવી પાછો અટકયો અને બોલ્યો, “પણ દિકરી! મારો વજન વધારે છે. તારું માથું સ જોહન કરી શકશે?” વૈદેહી ઘણા સમયથી લાંબા વાળનો વજન ઉપાડીને હવે ટેવાઈ ગઇ હતી. એટલે કંઇ ન બોલતાં ખાલી હસીને નીચે બેસી ગઈ અને સાપને તેના વાળ ઉપર ચડી જવા કહે છે. સાપને અત્યારે પાછળ આવી રહેલાં મદારીનો ડર હતો એટલે તે પણ ઝડપથી ચડી જાય છે. સાપ ધીમે-ધીમે