જીવન સાથી - 58

(23)
  • 4.2k
  • 2
  • 2.3k

અશ્વલ બોલી રહ્યો હતો અને આન્યા એકદમ ધ્યાનથી સાંભળી રહી હતી, "તેનો ચહેરો એકદમ લાલ ગુલાબી થઈ ગયો હતો અને એટલીજ વારમાં તે શરમાઈને બોલી કે, તું મને છેક અત્યારે કહે છે કે, તું મને પ્રેમ કરે છે..!! હું તો તને ક્યારનીયે ચાહું છું.." અને એટલું કહીને તે તેના ઘરમાં ચાલી ગઈ.. મને તો શું કરવું તે જ ખબર ન પડી..?? અને ત્યારે જીવનમાં પહેલીજવાર મને એવો અહેસાસ થયો કે છોકરીઓ કદાચ છોકરાઓ કરતાં વધુ મેચ્યોર્ડ હોય છે...અને આન્યાએ પણ અશ્લની તે વાતમાં ટાપસી પુરાવી અને કહ્યું કે, "હા તે વાત તારી સાચી છે હં.. બોલ પછી આગળ શું થયું?"