જાદુઈ ડબ્બી - પ્રકરણ 1

  • 3.6k
  • 1
  • 1.9k

ચોમાસાની રાતમાં વીજળી અને વરસાદના સાથમાં એક ગરીબ પ્રજાપતિને ત્યાં દિકરીનો જન્મ થયો. દિકરીના જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. એક તો દિકરી એમાંય માતાનું મૃત્યુ ! ગરીબ પ્રજાપતિ અને પાડોશી લોકો દુઃખી થયા. લોકોમાં ચર્ચા પણ થવા લાગી હતી કે, જે દિકરી જન્મતાની સાથે તેની માંને ગળી ગઈ હોય એ જીવનમાં .મુશ્કેલી સિવાય બીજું કંઈ ન આપે. તેમ છતાં તે કુંભાર પ્રજાપતિ તેનો બાપ હતો એટલે લોકોની વાતો સાંભળી તો લીધી. પરંતુ તેની દીકરીને દૂધ પીતી તો ન જ કરવા દીધી. લોકોનો અભીપ્રાય હતો કે, ‘એકલી દિકરીને સાચવવા કરતા તેને મારીને બીજા લગ્ન કરી લેવાં જોઈએ.’ પરંતુ તેને