કોને ભૂલુંને કોને સમરુ રે - 126

  • 1.5k
  • 504

મનમાં ગડમથલ ચાલી રહી છે.."કુલ સાતસો રુપીયા છે,તેમાંથી પાંચસો ડીપોઝીટના આપુ ને મહીનાનુ રેંટ બસો પછી ચા પીવાના પૈસા પણ નહી રહે.. નીચે પહેલેમાળે પહોંચીને કહ્યુ "કાકી અત્યારે પાંચસોઆપુ છું.કાલે રવિવાર છે.સોમવારે કપોળબેંકમાંથી પૈસા કઢાવીને બાકીના આપી દઇશ તો ચાલશે?"ચાલશે. લાવ પાચસો." કાકીનાં સ્વભાવનો પહેલો પરચો ચંદ્રકાંતને મળી ગયો.એ પાંચસો રુપીયા આપીને ચંદ્રકાંત ઝડપથી નિકળી ગયા. બહાર નિકળી બે ડગલા દૂર સંન્યાસઆશ્રમ તરફ પગ વળી ગયા . વિશાળ પટાંગણમા મંદિર પરિસરનાં પગથીયે બેસી પડ્યાચંદ્રકાંત.મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું કે આવી પરિસ્થિતિ હવે લાંબો ટાઇમ ઝેરી શકાય તેમજ નથી .હે ભગવાન હવે કસોટીનો અંત નહી આવે તો હું નું અસ્તિત્વ જ