કનેક્શન-રૂહ સે રૂહ તક - 26

(15)
  • 3.5k
  • 1.7k

૨૬.લોજીક અપર્ણા એનાં વિચારોમાં ખોવાયેલી હતી. આમ કહીએ તો એનાં અને શિવનાં વિચારોમાં ખોવાયેલી હતી. એ સમયે જ એનાં મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર નિખિલ નામ ચમકી રહ્યું હતું. એને કોઈ રોકટોક ન હતી, કે એ અપર્ણાને કોલ નાં કરી શકે‌. છતાંય એણે એનાં મોટાં પપ્પાની વાતનું સમ્માન જાળવી રાખતાં અપર્ણા મુંબઈ આવતી રહી, પછી ક્યારેય નિખિલે એને કોલ કર્યો ન હતો. નિખિલ કિડનેપ થયો. એ પછી એણે પહેલીવાર અપર્ણાને કોલ કર્યો હતો. કોઈ જરૂરી વાત હશે એમ સમજીને અપર્ણાએ કોલ રિસીવ કરીને, કાને લગાવ્યો, "હાં નિખિલ! બોલ." "દીદી! મારે તમને એક બહું જરૂરી વાત જણાવવી છે." નિખિલે તરત જ