પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૯ આરવના રચના સાથેના ધામધૂમથી લગ્ન થયા. એની સાથે નવા મોબાઇલને પણ લોન્ચ કરી દેવામાં આવ્યો. લગ્ન સાથે મોબાઇલ લોન્ચ કરવાના નવા વિચારની મિડિયાએ ઘણી નોંધ લીધી હતી. સોશિયલ મિડિયામાં આરવ-રચનાના લગ્નની સાથે નવો મોબાઇલ છવાયેલો રહ્યો હતો. કેટલાકે લખ્યું હતું કે નવા ફેમિલી સાથે 'ફેમી' લોન્ચ થયો. લોકોને મોબાઇલનું નામ 'ફેમી' પસંદ આવી ગયું હતું. પરિવાર માટે વ્યાજબી કિંમતમાં આવો મોબાઇલ મળે એમ ન હતો. યુટ્યુબ ઉપર મોબાઇલનો રીવ્યુ કરનારાઓએ એને એક સારો અને પારિવારિક મોબાઇલ ગણાવ્યો હતો. રચનાનો વિચાર સફળ રહ્યો હતો. હવે એનું વેચાણ કેવું થાય છે એના પર બધો આધાર