પ્રકરણ ૩જુ / ત્રીજું લોકલ ટ્રેનમાં ચિક્કાર મેદની. સપનાંઓ સાકાર કરવા ઉમટી પડયા હોય જાણે, મુંબઈ યંત્રવત્ માનવ જેવું ચાવી ભરેલું રમકડું લાગ્યું. કોકની આંખો તૂટતા તારા જેવી ચળકતીતો કોકની આંખો દૂકાળ જેવી સાવ સુક્કી ભટ.જાણે કે તેના સઘળા સપના કોઈ સુનામીમાં ઢસરડાઈ ગયાં હોય. ગગન ચુંબી ઈમારતોની હારમાળા, ચોતરફ જથ્થાબંધ, બસ જુદા જુદા માથા, કોઈ જુસ્સામાં,કોઈ ગુસ્સામાં, કોઈ ઝૂમે, કોઈ ઝઝૂમે, તો કોઈ ઝૂરે છે. રઘવાયા જેવા યાત્રીઓની ભરચ્ચક ભીડ વચ્ચે લોકલમાં એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી ખભા પર એક વજનદાર થેલો ભરાવી, એક ઉંમરલાયક મહિલા, મેક્સી પહેરીને રબ્બર બેન્ડ અને હેઈર બેન્ડ વહેંચતી જોઈ. પેટની ભૂખ એ સંસારની