કનેક્શન-રૂહ સે રૂહ તક - 24

(14)
  • 3.2k
  • 1
  • 1.5k

૨૪.તારો મારો સાથ શિવ ઘરે પહોંચ્યો. એ સમયે રાધાબા અને જગજીતસિંહ બંને હજું જાગતાં હતાં. એ તરત જ હોલમાં આવીને રાધાબા પાસે બેઠો. જગજીતસિંહ સોફાની સામે રહેલી ખુરશીમાં બેઠાં હતાં. શિવ આવીને તરત જ રાધાબાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. રાધાબા પ્રેમથી એનાં વાળમાં હાથ ફેરવવા લાગ્યાં. "રાકાનો કોઈ પત્તો લાગ્યો?" જગજીતસિંહે તરત જ પૂછ્યું. "શોધખોળ શરૂ કરી દીધી છે. પરિણામ પણ ટૂંક સમયમાં જ સામે હશે." શિવે આંખો મીંચીને કહ્યું. "બેટા! અપર્ણા ઠીક તો છે ને?" અચાનક રાધાબાએ પૂછ્યું, "આપણાં લીધે એને કોઈ પરેશાની નાં થવી જોઈએ." "ઠીક? એ એક નંબરની સનકી છોકરી છે." શિવે અચાનક જ રાધાબાના ખોળામાંથી